હિંદુ લગ્નમાં ૭ ફેરા વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. અને આ ૭ ફેરા સાથે ૭ વચનો પણ એટલા જ મહત્વના છે. હિન્દુ ધર્મમાં 7 નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે.આપણી સનાતન સંસ્કૃતિમાં મેઘધનુષના 7 રંગ છે , સંગીતના 7 શુર, સૂર્યના 7 ઘોડા, મંદિર કે મૂર્તિની 7 પરિક્રમા, 7 સમુદ્ર, 7 તલ, 7 દિવસ, 7 ચક્ર, 7 દ્વીપ અને 7 ઋષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ રીતે હિંદુ શાસ્ત્રોમાં 7 નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના આધારે ફેરાની શુભ સંખ્યા પણ 7 નક્કી કરવામાં આવી છે. હિંદુ ધર્મમાં લગ્નના આ સાત ફેરા અને તે સમયે બોલાતા શ્લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ લગ્નોમાં દરેક વિધિનું વિશેષ મહત્વ હોય છે.
આમાંની એક ધાર્મિક વિધિ સાત ફેરા અને 7 વચન લેવાની છે જે લગ્ન દરમિયાન બે આત્માઓને જોડવામાં મદદ કરે છે. હિંદુ ધર્મમાં લગ્ન દરમિયાન સાત ફેરા લેવાની પરંપરાને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. અગ્નિની સાક્ષીએ પતિ-પત્ની સાત ફેરા લે છે અને દરેક ફેરા સાથે તે સાત વચનો લે છે.
અને સાત જન્મ સુધી એક બીજાને સાથ આપવાના વાયદા કરે છે. પહેલા ફેરામાં- ખાવા-પીવાની વ્યવસ્થા કરવા માટે, બીજા ફેરામાં – સંયમ અને શક્તિના સંચય માટે , ત્રીજા ફેરામાં- રહેવા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે, ચોથો ફેરામાં – આધ્યાત્મિક સુખ અને શાંતિ માટે, પાંચમાં ફેરામાં- પશુધન સંપત્તિ માટે , છઠા ફેરામાં- દરેક ઋતુમાં રહેવા માટે , સાતમાં ફેરામાં -દરેક સુખ-દુઃખમાં સહકાર આપવા માટે.