ધાર્મિક રીતે માન્યતા ધરાવતા “નારિયેળ” વિશે આટલું જાણો...

આપણાં દેશમાં કોઈ પર ધાર્મિક કાર્ય નારિયેળ વગર અધૂરું માનવામાં આવે છે. કોઈ પણ પુજા, પાઠ, હોમ-હવન કે આરતી કે કથા કે પછી બધા આખરી દરેક જગ્યાએ નારિયેળનું મહત્વ છે. 

New Update
Nariyel
આપણાં દેશમાં કોઈ પર ધાર્મિક કાર્ય નારિયેળ વગર અધૂરું માનવામાં આવે છે. કોઈ પણ પુજા, પાઠ, હોમ-હવન કે આરતી કે કથા કે પછી બધા આખરી દરેક જગ્યાએ નારિયેળનું મહત્વ છે. ધાર્મિક અનુષ્ઠાનમાં નારિયેળને શામેલ ન કરવાથી પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેળ સાથે જોડાયેલા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. જેની સકારાત્મક અસર વ્યક્તિના જીવન પર પડતી હોય છે એવું માનવામાં આવે છે. કહેવાય છે કે, નારિયેળમાં ત્રિદેવોનો વાસ હોય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નારિયેળના ચમત્કારી ઉપાયો દ્વારા વ્યક્તિને જીવનની ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળી શકે છે.

આવો જાણીએ નારિયેળના ફળદાયી ઉપાય:  

બિઝનેસમાં સમસ્યા દૂર થશે:

જો તમને બિઝનેસમાં કોઈ સમસ્યા હોય તો ગુરૂવારના દિવસે પીળા કપડામાં નારિયેળને લપેટી અને તેના પર જનેઉ રાખીને શ્રી હરિને અર્પિત કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યવસાયમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

સંકટોથી છૂટકારા માટે:

જીવનમાં આવનાર સંકટોથી છુટકારો મળવવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને તેમને લાલ ચોલા ચડાવો. તેનાથી દરેક પ્રકારના સંકટ અને રોગ દૂર થશે એવી માન્યતા છે.

રોગ દૂર કરવા માટે :

રોગને દૂર કરવા માટે નારિયેળનો ઉપાય વધારે લાભકારી સાબિત થઈ શકે છે. નારિયેળને મંગળવાર કે શનિવારે રોગીના ઉપરથી 21 વખત વારીને કોઈ જગ્યા પર મુકી દો. આમ કરવાથી રોગ દૂર થાય છે.અને રાહત મળે છે.

આર્થિક તંગી ઓછી કરવા :

આર્થિક તંગી દૂર કરવા માટે શુક્રવારે લાલ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને ભોગ લગાવો. તેના બાદ નારિયેળને લાલ કપડામાં બાંધીને મંદિરમાં મુકી દો. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન લાભનો યોગ બની રહે છે.અને સુખ શાંતિ બની રહે છે.

Latest Stories