Connect Gujarat
ધર્મ દર્શન 

ભગવાન શ્રી ક્રુષ્ણની નગરીમાં બિરાજમાન છે “માઁ કાત્યાયની શક્તિપીઠ” : વાંચો આ શક્તિપીઠનો રોચક ઇતિહાસ...

ભગવાન શ્રી ક્રુષ્ણની નગરીમાં બિરાજમાન છે “માઁ કાત્યાયની શક્તિપીઠ” : વાંચો આ શક્તિપીઠનો રોચક ઇતિહાસ...
X

માતાજીના નવલા નોરતા, દેવી દુર્ગનો નવ દિવસનો ઉત્સવ શારદીય નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે રવિવારથી માતાજીનું પહેલું નોરતું શરૂ થયું છે. પહેલા દિવસે માતાજીના ઘટસ્થાપન સાથે સ્થાપના કરવામાં આવે છે, આ વર્ષે દેવી દુર્ગાનું વાહન હાથી છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે નવરાતત્રી દરમિયાન જ્યારે દેવી હાથી પર સવારી કરીને આવે છે, તો વધુ વરસાદની સંભાવના છે. માતાજીનું વાહન સિંહ છે, પરંતુ નવરાત્રી શરૂઆતમાં દેવીની સવારી હવામાન પ્રમાણે બદલાય છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન ભક્તિભાવ પૂર્વક દેવીની પુજા કરવાથી આશીર્વાદ મળે છે.

દેવી દુર્ગાના નવ સ્વરૂપની પુજા કરવામાં આવે છે, ત્યારે ભક્તો નવરાત્રી દરમિયાન માતાજીના અલગ અલગ મંદિરોના દર્શનાર્થે જતાં હોય છે, અને સમગ્ર ભારતભરમાં માતાજીના મંદિર આવેલા છે, અને લોકોને લોકોને માતાજી પ્રત્યેની શ્રદ્ધા અપરંપાર છે. નવલા નોરતા દરમિયાન માતાજીના મંદિરોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિરો ગુંજી ઊઠે છે, ત્યારે માતાજીની 51 શક્તિપીઠ જે સમગ્ર ભારતભરમાં છે, ત્યારે કાત્યાયની શક્તિપીઠ જે ભગવાન શ્રી ક્રુષ્ણની નગરીમાં બિરાજમાન છે.



શ્રી કાત્યાયની શક્તિપીઠ ભારતમાં 51 શક્તિપીઠોમાંથી એક છે, ધાર્મિક ગ્રંથ અનુસાર, જે સ્થાન પર કાત્યાયની શક્તિપીઠ છે, ત્યાં માતાજીના કેષ (વાળ) પડ્યા હતા. કથા અનુસાર ભગવાન શ્રી ક્રુષ્ણને વરના રૂપમાં માનવમાં માટે રાધારાણીએ શ્રી કાત્યાયની માતાજીની પુજા કરી હતી, આ શક્તિપીઠ ઉત્તરપ્રદેશના મથુરાના વૃંદાવનમાં આવેલું છે, આ સૌથી પ્રાચીન સિદ્ધપીઠ છે, જે વૃંદાવનના રામબાગ પાસે આવેલું છે, માતાના દ્વારે ભક્તો દર્શન અને પુજા માટે આવતા હોય છે, નવરાત્રીના દિવસોમાં માઁ કાત્યાયની શક્તિપીઠમાં ભક્તોની વધારે ભીડ હોય છે, ગુરુ મંદિર, શંકરાચાર્ય મંદિર, શિવ મંદિર, તથા સરસ્વતી મંદિર માતાજીનાં મંદિરની પાસે આવેલા છે, આ બહુ જ પ્રસિદ્ધ મંદિર છે.



કહેવાય છે કે, પ્રાચીનકાળથી અત્યાર સુધી કુવારી કન્યાઓ અને કુમારો નવરાત્રીના દિવસોમાં યોગ્ય પાત્રી માટે માતાજીનાં આશીર્વાદ લેવા માટે આવે છે. માન્યતાઓ એ પણ છે કે, જે ભક્ત મનથી અને પૂરી શ્રદ્ધાથી પુજા કરે છે. તેની મનોકામના જલ્દી જ પૂરી થઈ જાય છે. કહેવાય છે કે, ભગવાન શ્રી ક્રુષ્ણએ પણ પુજા કરી હતી, કથા પ્રમાણે ભગવાન શ્રી ક્રુષ્ણએ કંશના વધ કર્યા પહેલા યમુના નદીના કિનારે માઁ કાત્યાયનીને કુળદેવી માનીને માટીની પ્રતિમા બનાવી અને તેની પુજા કર્યા પછી ભગવાન શ્રી ક્રુષ્ણએ મામા કંસ વધ કર્યો હતો.Fwd: ભગવાન શ્રી ક્રુષ્ણની નગરીમાં બિરાજમાન છે “માઁ કાત્યાયની શક્તિપીઠ” : વાંચો આ શક્તિપીઠનો રોચક ઇતિહાસ...



Next Story