Connect Gujarat
Vagh Baras

"વાઘબારસ"ના પવિત્ર દિવસે સરસ્વતી માતાની આરાધના સાથે ગાય-વાછરડાના પૂજન કરવાનો અનેરો મહિમા..

કારતક મહિનાની શુક્લની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઈ જાય છે, ત્યારે એક અનોખા ઉત્સાહભર્યા તહેવારોની શરૂઆત વાઘબારસથી થાય છે. જાણે નવા ઉમંગભર્યા દિવસોની મોસમ મહેકવા માંડે છે.

વાઘબારસના પવિત્ર દિવસે સરસ્વતી માતાની આરાધના સાથે ગાય-વાછરડાના પૂજન કરવાનો અનેરો મહિમા..
X

કારતક મહિનાની શુક્લની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઈ જાય છે, ત્યારે એક અનોખા ઉત્સાહભર્યા તહેવારોની શરૂઆત વાઘબારસથી થાય છે. જાણે નવા ઉમંગભર્યા દિવસોની મોસમ મહેકવા માંડે છે.

કહેવાય છે કે, વાઘબારસનું મહત્વ ગુજરાતમાં જ વધુ છે. વાઘબારસને ગૌવત્સ દ્વાદસના નામથી પણ ઓળખાય છે, તેથી આ દિવસે સરસ્વતી માતાની આરાધના અને ગાય તેમજ વાછરડાની પૂજા કરવામાં આવે છે. વાઘબારસના દિવસથી જ વહેલી સવારે અને રાતના ઘરની બહાર દિવાઓથી શણગારવામાં આવે છે. આમ તો રમા એકાદશીથી જ દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ઉતર ગુજરાતના પૂર્વીય ભાગોમાં એટલે કે, ડાંગ ઇત્યાદિ જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો આ દિવસે વાઘ-દેવતાની પૂજા કરે છે, વાઘ અને નાગને તે લોકો દેવતાના રૂપમાં પૂજે છે. જોકે, ગામના પાદરમાં બન્નેની મૂર્તિઓ પથ્થરમાં કંડારેલી હોય છે, તેઓ વાઘ બારસના દિવસે પોતાની અને પ્રાણીઓની સલામતી માંગે છે. એક અદભૂત શ્રદ્ધા આ સમયે આદિવાસીઓમાં જોવા મળે છે. વાઘબારસના દિવસે જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ આટોપી લે છે. ગૌવત્સ દ્વાદસી એટલે કે, ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે એટલે આ દિવસને વસુબારસ તરીકે પણ ઓળખાય છે. વસુ એટલે ગાય તેના પાછળની કથા જોડાયેલી છે, એક રાજાને તેની અમાનવીય વ્યવહારવાળી રાણીએ ગાયના વાછરડાને રાંધીને ખવડાવી દીધો હોય છે. તે પછી તેને પશ્યતાપ થાય છે, એટલા માટે ગાય અને વાછરડાની પૂજા થાય છે. વૈષ્ણવ ધર્મ પાળતા ભાવિકો આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરી અડદના વડા ખવડાવે છે, માટે જ આ દિવસને વાઘબારસ, વસુ બારસ, અથવા ગૌવત્સ એકાદશી તરીકે પણ ઓળખાય છે.

Next Story