સદ્ગગુરુ અને માનસ પણ ચતુર્ભુજ: મોરારિબાપુ

કથાનો ભાવાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પદાર્થ હોય છે. પણ આ બધા અર્થો વચ્ચે મૂળમાં જે થયું એ ટકવું જોઈએ.

સદ્ગગુરુ અને માનસ પણ ચતુર્ભુજ: મોરારિબાપુ
New Update

આજે પુ મોરારિબાપુએ કથામાં પોતાની વાણી મુખર કરી કહ્યું કે શ્રી ગુરુચરન સરોજ રજ, નીજ મન મકુરુ સુધારિ; બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ. અહીં વિમલયશ શબ્દ કેમ લીધો હશે?પરમાત્માનાં ચરિત્રમાં અમુક ઘટના એવી છે કે ભગવાન તરફ અપવાદની આંગળી ઉઠી છે એટલે વિમલ છે એ જ કહેવાયું છે. સકલ જરા-બધાજ યશને નથી વર્ણવ્યા. વિમલ એટલે ઉજજવળ, શ્ર્વેત ધવલ, નિર્મલ મળથી મુક્ત. નિર્મળ થશ કોઈ પહોંચેલી વ્યક્તિ ગાય- જેમકે તુલસી, શુકદેવ, સ્વયમ શ્રીકૃષ્ણ, વ્યાસ, વાલ્મિકી, શિવજી-તો પરમાત્માના વિમલ યશની ગાથા વાતાવરણ પર પણ અસર કરે છે. લલિતમાધવ નામનો એક સંસ્કૃત ગ્રંથ છે. જ્યાં નારદજી વાદક છે. ગાયક પણ છે. વીણા વાદન કરે છે અને પ્રભુના નિર્મલ યશનું ગાયન કરે છે. આપણે ત્યાં રાગ અને પાથી વરસાદ લાવવાની દિવ્ય પરંપરા રહી. વાદકો ગાયકો નિર્મળ ગાયન કરતા તો રંગ બદલી જતો. આ બધું ચમત્કાર લાગશે પણ આ વિધા છે.વિમલ યશ આપણા હૈયાને વિમલ કરી દે છે. કપડા નહીં પણ કાળજુ સફેદ કરી દેશે. આપણી જીવનધારા શ્વેત બની જશે. રામ ચતુર્ભુજ થયા છે. મૂળ પરમવિષ્ણુ તરીકે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા એ જ મૂળમાં છે. આપણે ત્યાં ગણપતિને પણ ચાર હાથવાળા બતાવ્યા છે.

એક સદગુરુ અને એક માનસ પણ ચતુર્ભુજ છે જે ઉપસંહારક વાત વખતે વણી દરેક પ્રસંગોનું ભાવાર્થ લેવાતો હોય છે. કથાનો ભાવાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પદાર્થ હોય છે. પણ આ બધા અર્થો વચ્ચે મૂળમાં જે થયું એ ટકવું જોઈએ. ત્રીસ વરસ પહેલા કથાઓના આધ્યાત્મિક અર્થો વધવા લાગ્યા એ વખતે ક્યાંક મૂળ કોઈપણ કથા ન ભુલાઈ જાય તે મહત્વનુ છે.કથા એ ગંગા છે પણ એમાં પાણી તો રહેવું જોઈએ.

નિમ્બાર્કીય પરંપરાનાં મુખ્ય આચાર્ય પધાર્યા અને એમણે બાપુને કહેલું કે પોતે ભાગવતની કથા તો કરે જ છે પણ આપ આદેશ કરો તો રામકથા કરવી છે. બાપુએ જણાવ્યું કે હું આદેશ ન કરી શકું. આદેશનો અધિકાર વેદ અને ઉપનિષદ છે. હું વિવેક કરી શકું. પ્રાર્થના કરી શકું. અને આજે વ્યાસપીઠથી પ્રાર્થના કરું છું. વિનય કરું છું કે આપ પણ સમકથાનું ગાયન કરો અને અનુકૂળતાઓ મળ્યે હું પણ આપની કથા સાંભળવા માટે આવી શકું. કથા પ્રવાહમાં નામકરણ સંસ્કાર. વિશ્વામિત્રનું આગમન. તાડકા નિર્વાણ વગેરે કથાનો ક્રમ લેવાયો.

‌‌.કથાનાં આરંભે નંદકિશોર ઝવેરી(ટીબીઝેડ), ઝવેરી ઝવેરી(ટ્રસ્ટી), અરવિંદભ સોની (ટ્રસ્ટી), રમેશ સોની પરિવારે વ્યાસપીઠ વંદના કરી. આજે ચંદ્રકાંત સોમપુરા(અયોધ્યા નૂતન રામ મંદિરના મુખ્ય આર્કિટેક), નિખિલ પરમ મહેશ સોમપુરા, જશુ, સુરક્ષિત, પરેશ સોમપુરા વગેરેને સોમપુરા જ્ઞાતિ- વઢવાણ દ્વારા બાપુના હસ્તે સન્માન થયું .નિમ્બાર્કીય પરંપરાના આચાર્ય શ્રીજી મહારાજ (રાજસ્થાન) તેમજ પૂજ્ય સ્વામી શ્રી મુક્તાનંદ બાપુ ( ચાં ૫ ૨ ડા ) વિશેષ ઉપસ્થિતિ રહ્યા.

#Moraribapu #Moraribapu Katha #Ram Katha Moraribapu #મોરારિબાપુ #મોરારિબાપુ કથા
Here are a few more articles:
Read the Next Article