Connect Gujarat
ધર્મ દર્શન 

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વધુ 12 IPS અધિકારીઓની બદલીના અપાયા આદેશ

ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક વાર બદલીનો ધમધમાટ શરૂ થયો

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વધુ 12 IPS અધિકારીઓની બદલીના અપાયા આદેશ
X

વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક વાર બદલીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીની જાહેરાતના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયા છે ત્યારે બદલી અને બઠતીના આદેશોની વણજાર અવિરતપણે ચાલું છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા વધુ 12 IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. અગાઉ પણ ગૃહ, મહસૂલ સહિતના વિભાગોમાં બદલીનો ધમધમાટ થયો હતો. ત્યારે વધુ 12 આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા 12 IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. એન એન ચૌધરીને અમદાવાદના ટ્રાફિકને એડિ. કમિશનરની જવાબદારી સોંપાઈ છે તેમજ એ જી ચૌહાણને સ્ટેટ પોલીસ એકેડમી કરાઈની જવાબદારી આપવામાં આવી છે. આર ટી સુસરાને હજીરામાં મરિન ટાસ્કફોર્સના SP બનાવાયા છે. ઉષા રાડાને SRP ગૃપ 11ની જવાબદારી સોંપાઈ છે. મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIG તરીકે બદલી કરાઈ છે. પિનાકિન પરમારને સુરતના DCP ઝોન 3ની જવાબદારી સુપરત કરાઈ છે. બળદેવસિંહ વાઘેલાને અમદાવાદ શહેર ટ્રાફિકમાં DCPની જવાબદારી આપવામાં આવી છે. હેતલ પટેલને સુરત સ્પેશિયલ બ્રાંચના DCP બનાવાયા છે. કોમલ વ્યાસને અમદાવાદ કંટ્રોલરૂમમાં જવાબદારી સોંપવામાં આવી છે. કાનન દેસાઈ અમદાવાદ ઝોન-4ના નવા DCPની બદલી કરાઈ છે. ભક્તિ ઠાકર સુરત ઝોન-1ના નવા DCP બનાવાયા છે.

Next Story