વટ સાવિત્રીએ પરણેલી સ્ત્રીઓ પોતાના જીવનસાથી માટે કરતી હોય છે. માન્યતા અનુસાર આ વ્રત કરવાથી પોતાના જીવનસાથીની લાંબી ઉંમર માટે અને સુખી દાંપત્ય જીવન માટે કરવામાં આવે છે.
હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રત થાય છે.વટ સાવિત્રી વ્રત હિન્દુ પંચાંગ અનુસાર, જેઠ માસના કૃષ્ણ પક્ષની અમાસે રાખવામાં આવે છે જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે.
આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો. અબીલ, ગુલાલ, કુંકુ-ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું. વડને જળ ચઢાવવું. સુતરનો દોરો વડના થડને 108 વાર અથવા પોતાની ઈચ્છા અનુસાર વીટાળીને પ્રદક્ષિણા કરવી. વ્રત કરનારે આ દિવસોમાં સતિ સાવિત્રીની કથા-વાર્તા સાંભળવી. અને સંભળાવવાની. વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમવું. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં આ વ્રતનો અનેરો મહિમા છે.
આ વ્રત પાછળની કથા મુજબ સાવિત્રીએ પોતાના પતિને જીવન માટે યમરાજા સાથે વાદવિવાદ કર્યો. અંતે યમરાજ પ્રસન્ન થયા અને વરદાનમાં પોતાના પતિના પ્રાણ યમરાજા પાસે માંગ્યા. યમરાજાએ પ્રસન્ન થઈને આ દિવસે વ્રત કરનાર સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રત થાય છે. ભલે પૂજા પદ્ધતિ અલગ-અલગ હોય પરંતુ તેના મૂળમાં શ્રદ્ધા અને પ્રેમ જ છે.આ વ્રતમાં વટ અટેલે વડના વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં, મધ્યમાં વિષ્ણુ અને સામે શિવમાં રહે છે. દેવી સાવિત્રી નો પણ આ વૃક્ષમાં સમાવેશ છે. તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે. આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે. કથા સાંભળીને પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે.અને માતા સાવિત્રીને પણ સારા દાંપત્ય જીવન માટે પ્રાથના કરવામાં આવે છે.