મૂળ સુરતના કાપોદ્રામાં રહેતા અને અંકલેશ્વર ESIC હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા આર્તિકકુમાર ગોટી અપડાઉન કરે છે. ગત 15 સપ્ટેમ્બરના રોજ તેઓ હોસ્પિટલની ડ્યુટી પૂરી કરીને બપોરે GIDC બસ ડેપો ખાતે સુરત જતી બસમાં બેસવા માટે ગયા હતા. બસમાં ચઢવા મુસાફરોની ભારે પડાપડી થઈ હતી. આ દરમિયાન ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરે ડોક્ટરના પેન્ટના ખિસ્સામાં મૂકેલો ₹78 હજારની કિંમતનો આઈફોન સેરવી લીધો હતો. અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર: GIDC ડેપોમાં બસમાં ચઢતી વખતે ડોક્ટરનો ₹78 હજારનો આઈફોન ચોરાયો
