ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં શ્વાન કરડવાના બનાવો સતત સામે આવી રહ્યા છેજેના પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તાલુકાના બે અલગ અલગ ગામોમાં શ્વાન કરડવાના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામના એક બાળકને શ્વાને બાચકા ભર્યા હતા. જ્યારે અન્ય એક બનાવ આમોદ તાલુકાના કાંકરીયા ગામે બન્યો હતો.જ્યાં એક બાળક શ્વાનનો શિકાર બન્યો હતો. બંને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાજ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી.

તાજેતરમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવોમાં વધારો નોંધાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે રખડતા શ્વાનોને પકડવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.