કરછમાં રાપર જીવદયા મંડળ પાંજરાપોળનો સુવર્ણ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે સાડા ચાર દાયકા સુધી મંડળની સુકાન સંભાળનાર સંસ્થાપક પ્રમુખની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કરછના રાપરના અજરામર જૈન સંપ્રદાયના મહાસતીજી નીપ્રેરણાથી સ્થાપિત રાપર જીવદયા મંડળ પાંજરાપોળનો સુવર્ણ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.

આ પ્રસંગે સાડા ચાર દાયકા સુધી મંડળની સુકાન સંભાળનાર સંસ્થાપક પ્રમુખની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તો કચ્છી કોયલ ગિતાબેન રબારીનો ભવ્ય ડાયરાએ લોકોમાં આનંદ ફેલાવ્યો હતો.આ પ્રસંગે દાનનો પ્રવાહ વહેતો થયો હતો. રાત્રે યોજાયેલ લોક ડાયરા મા તથા દાતાઓના દાનના પ્રવાહ સાથે સાડા ચાર કરોડ રૂપિયા નુ ભંડોળ એકત્ર થયું હતું જે અબોલ પશુઓ ના નિભાવ માટે વાપરવામાં આવશે.