દ્વારકા : પ્રદેશ પ્રમુખે કહયું જાહેરમાં કાર્યક્રમ ન યોજો પણ ખંભાળીયામાં પાલિકા પ્રમુખે કરાવ્યો હવન

દ્વારકા : પ્રદેશ પ્રમુખે કહયું જાહેરમાં કાર્યક્રમ ન યોજો પણ ખંભાળીયામાં પાલિકા પ્રમુખે કરાવ્યો હવન
New Update

રાજયમાં કોરોનાના સંક્રમણ રોકવા મોડે મોડે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેર કાર્યક્રમો ન યોજવા આગેવાનો અને કાર્યકરોને આદેશ કર્યો હતો પણ તેમનો આદેશ ગુજરાતી કહેવત શેઠની શીખામણ ઝાંપા સુધી જેવો સાબિત થયો છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં મળેલા ભવ્ય વિજયનો ઉન્માદ હજી ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોવા મળી રહયો છે. કોરોનાના વધી રહેલાં સંક્રમણને કારણે સામાન્ય માણસો પરેશાન છે ત્યારે ભાજપના આગેવાનો અને કાર્યકરો વિજયોત્સવમાં વ્યસ્ત છે. કોરોના સંક્રમણ વધવાથી માથે માછલા ધોવાતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી..આર.પાટીલે જાહેર કાર્યક્રમો નહી યોજવા આદેશ બહાર પાડયો છે. બીજી તરફ સરકારે પણ કાર્યકમો રદ કરવાની જાહેરાત કરી છે પણ દેવભુમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા પાલિકાના નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સરકાર અને પ્રદેશ પ્રમુખ કરતાં પણ સવાયા હોય તેમ લાગી રહયું છે. ખંભાળીયા પાલિકામાં ભાજપે 28માંથી 26 બેઠકો પર વિજય મેળવ્યો છે. પ્રદેશ અધ્યક્ષનો સ્પષ્ટ આદેશ છે કે, હોદ્દો સંભાળતી વખતે ભીડ ભેગી કરવી નહિ પણ ખંભાળીયા પાલિકાના નવા વરાયેલા પ્રમુખે કચેરીમાં હવનનું આયોજન કર્યું હતું. પદભાર સંભાળતા પહેલાં તેમણે હવન કરાવ્યો અને તેમાં કાર્યકરોની હાજરી જોવા મળી હતી. એક તરફ સરકાર સામાન્ય માણસોને દંડી રહી છે તો બીજી તરફ ભાજપના આગેવાનો તાયફા કરી રહયાં હોવાનો સુર ઉઠયો છે.

#Corona #C.R.Patil #BJP4Gujarat #crowdinoffice #devbhumidwarka #havaninoffice #khambhaliyapalika #noimpactofpresidentorder
Here are a few more articles:
Read the Next Article