New Update
/connect-gujarat/media/post_banners/1e6c6a52b295a4f564c7543ba888c5a5792c75b96eec27739fe2acb2d54daf40.webp)
નવી દિલ્હી યુનાઈટેડ કિંગ્ડમના ટાઈમ્સ હાયર એજ્યુકેશન મેગેઝિનના વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પહેલીવાર ભારતની 91 યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. આ મેગેઝિને દુનિયાભરની ટોચની 250 યુનિવર્સિટીની યાદીમાં ભારતીય યુનિવર્સિટીઓને સ્થાન આપ્યું છે. તેમાં બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સને ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સ્થાન મળ્યું છે. 2017 પછી પહેલીવાર ભારતની એકસાથે આટલી યુનિવર્સિટીની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે. આ મેગેઝિને ગયા વર્ષે ભારતની 75 યુનિવર્સિટીને વૈશ્વિક સ્તરની ગણાવી હતી. 2024ની આ યાદીમાં ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતો ચોથો દેશ બન્યો છે, જે ગયા વર્ષે છઠ્ઠા ક્રમે હતો.
Latest Stories