Connect Gujarat
શિક્ષણ

CBSE એ ધોરણ 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓના પરિણામો અંગે મહત્વની કરી જાહેરાત

CBSE એ ધોરણ 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓના પરિણામો અંગે મહત્વની કરી જાહેરાત
X

CBSE એ ધોરણ 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓના પરિણામો અંગે મહત્વની જાહેરાત કરી છે. બોર્ડે તેની અધિકૃત વેબસાઇટ cbseresults.nic.in પર એક નોંધ બહાર પાડી છે જેમાં જણાવ્યું કે CBSE બોર્ડ પરીક્ષા 2024ના પરિણામો 20 મે પછી જાહેર થવાની સંભાવના છે. CBSE બોર્ડના ધોરણ 10મા અને 12માના પરિણામો 20 મે, 2024 પછી જાહેર થવાની સંભાવના છે. જો કે આવી પણ આશા છે કે ધોરણ 10 અને 12 બંનેનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે.

CBSE 10મા અને 12મા બોર્ડની પરીક્ષા આપનારા લગભગ 39 લાખ વિદ્યાર્થીઓ તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી એકવાર પરિણામ જાહેર થઈ ગયા પછી CBSE ધોરણ 10મા અને 12માના પરિણામો બોર્ડની અધિકૃત વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in અને cbse.gov.in સહિત વિવિધ પ્લેટફોર્મ્સ પર જોઈ શકાય છે. આ ઉપરાંત પરિણામો digilocker.gov.in અને results.gov.in પર પણ ઉપલબ્ધ રહેશે.

Next Story