New Update
/connect-gujarat/media/post_banners/2b8a3133d6158fff2df9f9235ede605d2113f843e20f893a7f9b8bf301355311.webp)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવતીકાલે સીયુઈટી-પીજી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. 26 સપ્ટેમ્બરે સાંજે 4 કલાકે પરિણામ જાહેર થશે તેમ યુજીસી ચેરમેન જગદીશ કુમારે જણાવ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ / CUET PG ફાઇનલ આન્સર કી / CUET PG ફાઇનલ આન્સર કી બહાર પાડી છે. આન્સર કી આજે 24 સપ્ટેમ્બર, 2022 ના રોજ ઓનલાઈન મોડમાં રિલીઝ કરવામાં આવી છે. વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે આ વર્ષે આયોજિત CUET PG, 2022માં હાજર રહેલા તમામ ઉમેદવારો cuet.nta.nic.in પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની અંતિમ આન્સર કીઝ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.