/connect-gujarat/media/post_banners/eb4e0c75feefadbb080c2f71d70dc552c9b56d6ae47d85e871c60455eb84c534.webp)
ભરૂચ જિલ્લા શિક્ષણાઅધિકારીના માર્ગદર્શન હેઠળ “આત્મવિશ્વાસ હેલ્પલાઇન” અંતર્ગત જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પ્રશ્નો અને ચિંતા દૂર કરવા માટે કાઉન્સેલિંગ કાર્ય થઈ રહ્યું છે. જેમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા હિરલબેન વસાવાની અર્થશાસ્ત્ર વિષયના કાઉન્સેલર તરીકે પસંદગી થઈ હતી. તા.૩૦/૦૧/૨૦૨૪ ના રોજ શિક્ષક મિત્રોના ઉત્સાહ અટને આત્મવિશ્વાસ વધે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણાઅધિકારી કચેરી ખાતે પારૂલ યુનિવર્સિટિ વડોદરાના સયુક્ત ઉપક્રમે વિકસિત ભારત દેશમાંશિક્ષણનું મહત્વ ‘વિષય’પરત્વે પરિસંવાદ તેમજ શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાઅધિકારી સ્વાતિબા.કે.રાઓલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ઉચ્ચતર વિભાગના શિક્ષિકા હિરલબેન વસાવાને શૈક્ષણિક શ્રેષ્ટતા પુરસ્કાર અનાયત કરવામાં આવ્યો
/connect-gujarat/media/post_attachments/14a517a1ad285e1918bf432ec61a110860ebcb8ac01259869322962e4cc017ad.webp)