Connect Gujarat
શિક્ષણ

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી 2023નું પરિણામ કરાયું જાહેર

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી 2023નું પરિણામ કરાયું જાહેર
X

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ NEET SS પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ તપાસી શકે છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન મેડિકલ સાયન્સે પરિણામ જાહેર કર્યું છે. આ તપાસવા માટે તમે natboard.edu.in અથવા nbe.edu.in. આ બેમાંથી કોઈ એક વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આ તારીખોમાં પરીક્ષા લેવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે NEET SS પરીક્ષા 2023નું આયોજન 29 અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. પરીક્ષા શિફ્ટમાં લેવામાં આવી હતી અને તેનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ પોર્ટલ પર જઈને તેમની વિગતો દાખલ કરવાની રહેશે. આમાં મુખ્ય NBEMS ID અને પાસવર્ડ છે.

જો આપણે NEET SS પરીક્ષાની માર્કિંગ સ્કીમ વિશે વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે હતી. સાચા જવાબ માટે ચાર ગુણ, ખોટા જવાબ માટે માઈનસ એક અને પ્રયાસ ન કર્યો હોય તો તેના માટે શૂન્ય ગુણ હતા.

Next Story