Connect Gujarat
શિક્ષણ

NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર,વાંચો સમગ્ર કાર્યક્રમ

NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર,વાંચો સમગ્ર કાર્યક્રમ
X

નેશનલ મેડિકલ કમિશને NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PGની પરીક્ષા આગામી 23 જૂન 2024 ના રોજ લેવામાં આવશે અને તેનુ પરિણામ આગામી 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ઈન્ટર્નશિપની કટ-ઓફ તારીખમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને નેશનલ મેડિકલ કમિશન, ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સાયન્સ અને મેડિકલ સાયન્સ માટે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ NEET PGની પરીક્ષા 3 માર્ચે યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પંચે NEET PGની પરીક્ષાને 7 જુલાઈ, 2024 સુધી સ્થગિત કરી દીધી હતી.

Next Story