ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં બેલેટ પેપર્સની ગણતરી થઈ રહી છે અને ત્યારપછી ઈવીએમ ખોલવામાં આવશે. એક્ઝિટ પોલ પ્રમાણે યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં બીજેપીની સરકાર ફરી આવવાની શક્યતા છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે. જ્યારે ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાની શક્યતા છે.દરેક રાજ્યોના શરૂઆતના રુઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શરૂઆતના રુઝાનમાં 13 સીટો પર બીજેપી આગળ છે, જ્યારે 9 સીટો પર સમાજવાદી પાર્ટી આગળ છે. પંજાબમાં કોંગ્રેસને 3 સીટ અને આમ આદમી પાર્ટી 8 સીટ પર આગળ છે.

દેશના સૌથી મોટા રાજકીય હબ યુપીની વિધાનસભા ચૂંટણીનું આજે રિઝલ્ટ આવશે. આ પરિણામ બતાવશે કે આવનારા 5 વર્ષ અહીંની 24 કરોડ વસતિ પર કોણ શાસન કરશે. રાજ્યમાં 25 દિવસમાં થયેલા 7 તબક્કાના વોટિંગમાં % મતદાન થયું. મુખ્ય જંગ ભાજપ અને સપા વચ્ચે છે. ગઈ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 312 સીટો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે સપાને 47 સીટો મળી હતી. બસપાને સપાથી વધુ વોટ શેર મળ્યો હતો, પરંતુ સીટો માત્ર 19 જ મળી હતી. આ વખતે ભાજપે કૈરાનાના પલાયન, ગુંડા-માફિયા અને બુલ્ડોઝરને મોટો મુદ્દો બનાવ્યો તો વિપક્ષે લખીમપુર હિંસાને લઈને સરકારને ઘેરી હતી.