Connect Gujarat
મનોરંજન 

22મો Zee Cine Awards 10 માર્ચે યોજાશે,શાહરુખ ખાન 9 વર્ષ પછી કરશે પરફોર્મ

22મો Zee Cine Awards 10 માર્ચે યોજાશે,શાહરુખ ખાન 9 વર્ષ પછી કરશે પરફોર્મ
X

22મો Zee Cine Awards 10 માર્ચ, 2024ના રોજ યોજાવવાનો છે. શાહરૂખ ખાન 9 વર્ષ પછી Zee Cine Awardsમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. શાહરૂખ ઉપરાંત આલિયા ભટ્ટ, બોબી દેઓલ, આયુષ્માન ખુરાના, મૌની રોય પણ પરફોર્મ કરશે. આ વખતે ઝી સિને એવોર્ડ અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. એવોર્ડ ફંક્શન NSCI ડોમ ખાતે યોજાશે. તે વરલી, મુંબઈમાં આવેલું છે.26મી ફેબ્રુઆરીએ ઝી સિને એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે આલિયા ભટ્ટ પણ કોન્ફરન્સમાં જોવા મળી હતી. કોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરતા બોબી દેઓલે કહ્યું કે, ત્રણેય દેઓલ ઝી એવોર્ડ્સમાં સાથે આવવાનો પ્રયત્ન કરશે. કારણ કે ગયું વર્ષ ત્રણેય માટે અદભુત રહ્યું છે.

બોબી દેઓલે પોતાના નોમિનેશન પર કહ્યું કે તે ખૂબ જ ખાસ છે, તે જીતે કે હારે, ઝી ખાસ છે કારણ કે 'ગદર-2' ત્યાંથી આવ્યું છે. નેગેટિવ રોલ વિશે બોબીએ કહ્યું કે સિનેમા પહેલાથી બદલાઈ ગયું છે અને હવે કોઈ નેગેટિવ કે પોઝિટિવ રોલ નથી. દરેક વ્યક્તિની અંદર એક વિલન હોય છે, તે તેના પર નિર્ભર કરે છે કે તે કેવી રીતે નકારાત્મક બાજુને દબાવીને હકારાત્મક બાજુને બહાર લાવે છે.

Next Story