Connect Gujarat
મનોરંજન 

38 વર્ષના એક્ટર અલી મર્ચન્ટે કર્યા ત્રીજી વખત લગ્ન, મોડલ અંદલીબ ઝૈદી સાથે કર્યા લગ્ન....

38 વર્ષના એક્ટર અલી મર્ચન્ટે કર્યા ત્રીજી વખત લગ્ન, મોડલ અંદલીબ ઝૈદી સાથે કર્યા લગ્ન....
X

'લોક અપ' અને 'બિગ બોસ' જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલા અલી મર્ચન્ટે 2 નવેમ્બરના રોજ ત્રીજી વખત લગ્ન કર્યા હતા. 38 વર્ષના અલી મર્ચન્ટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 2 નવેમ્બર 2023ના રોજ અંદલિબ ઝૈદી સાથે લગ્ન કર્યા હતા. તેની ઘણી તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર અલી મર્ચન્ટ અને અંદલીબના લગ્નની તસવીરો સામે આવતા જ તે વાયરલ થઈ ગઈ હતી. ફેન્સને આ કપલના લગ્નની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. બંનેના લગ્ન પરંપરાગત રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં અલી અને અંદલિબના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે અલી મર્ચન્ટે બે લગ્ન કર્યા હતા અને હવે આ તેના ત્રીજા લગ્ન છે. પ્રથમ લગ્ન સારા ખાન સાથે કર્યા હતા જેનું બે મહિનામાં બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ તેના બીજા લગ્ન અનમ મર્ચન્ટ સાથે થયા અને 5 વર્ષ પછી તે તેનાથી પણ અલગ થઈ ગયો હતો. અલી મર્ચન્ટે હવે મોડલ અંદલીબ ઝૈદી સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત એક ફેશન શો દરમિયાન થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલના લગ્નનું રિસેપ્શન 15 નવેમ્બરે મુંબઈમાં યોજાશે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ કપલની હલ્દીની તસવીરો પણ સામે આવી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.

Next Story