અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનાર આરોપીની આંધ્રપ્રદેશથી ધરપકડ કરાઇ

ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવવા માગતો હતો અને તેથી તેનો ડીપફેક વીડિયો બનાવ્યો હતો

New Update
અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનાર આરોપીની આંધ્રપ્રદેશથી ધરપકડ કરાઇ

અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો બનાવવા અને ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવેલા 24 વર્ષીય યુવકે પોલીસને જણાવ્યું હતું કે તે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવવા માગતો હતો અને તેથી તેનો ડીપફેક વીડિયો બનાવ્યો હતો. દેશભરમાં ડીપફેક અંગે ચર્ચા જગાવનાર આ કેસના મુખ્ય સૂત્રધારની આંધ્રપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી.. 

અને તેને દિલ્હી લવાયો હતો. આરોપીની ઓળખ ઈમાની નવીન તરીકે થઈ છે, જે એક ડિજિટલ માર્કેટર છે. ડીપફેક વીડિયો સાથે સંકળાયેલા 500થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કર્યા પછી દિલ્હી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં 24 વર્ષીય નવીને ગુનાની કબૂલાત કરી હતી કે તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવવા માટે આ વીડિયો બનાવ્યો હતો

Latest Stories