એનિમલની રિલીઝ પહેલા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. રિલીઝના 6 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તા. 25 નવેમ્બરથી શરૂ થયેલા આ બુકિંગમાં અત્યાર સુધીમાં ફિલ્મની લાખો ટિકિટો વેચાઈ ચૂકી છે. રાષ્ટ્રીય ચેઈન PVR- INOX અને Cinepolisમાં બુકિંગ માત્ર 3 દિવસમાં જ લાખો સુધી પહોંચી ગયા છે.
રણબીર કપૂર અને તેની ફિલ્મ એનિમલ ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરે ચાહકોની રાહ મુશ્કેલ બનાવી દીધી છે. એનિમલના એડવાન્સ બુકિંગમાં ઓડિયન્સનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળે છે. આ ફિલ્મે માત્ર 3 દિવસમાં લાખો ટિકિટ વેચી છે. એનિમલના એડવાન્સ બુકિંગ માટેની ટિકિટ બારી 25 નવેમ્બરથી ખોલવામાં આવી છે. ફિલ્મને સારી ઓપનિંગ મળે તે માટે તેની રિલીઝના 6 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
એનિમલના એડવાન્સ બુકિંગ અંગેની અપડેટ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા શેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય ચેઇન PVR, INOX અને Cinepolisમાં બુકિંગ માત્ર 3 દિવસમાં લાખો સુધી પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, પહેલા દિવસે એટલે કે, 25મી નવેમ્બરે એનિમલે દેશભરમાં 52500 ટિકિટ વેચી હતી. જેમાં PVR-Inoxની 43,000 ટિકિટો અને Cinepolisની 9500 ટિકિટોનો સમાવેશ થાય છે. તા. 26 નવેમ્બરની વાત કરીએ તો એનિમલે નેશનલ ચેઇનમાં 87,500 ટિકિટ વેચી છે. જેમાંથી 71,000 ટિકિટ PVR-Inoxમાં અને 16,500 ટિકિટ સિનેપોલિસમાં વેચાઈ હતી.
હવે તા. 27 નવેમ્બરે એનિમલના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મે 3 દિવસમાં એક લાખ ટિકિટ વેચી છે. જેમાંથી PVR-INOXમાં 81,000 ટિકિટ વેચાઈ છે. તે જ સમયે, સિનેપોલિસે અત્યાર સુધીમાં 19,000 ટિકિટ વેચી છે. આ સાથે દેશભરમાં એનિમલના ઓપનિંગ ડેની 1,00,000 ટિકિટો વેચાઈ છે. એનિમલની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં રણબીર કપૂર લીડ અર્જુન સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે મહિલા લીડમાં રશ્મિકા મંદન્ના (ગીતાંજલિ) છે. આ સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને પ્રેમ ચોપરા પણ મહત્વની ભૂમિકામાં છે.