/connect-gujarat/media/post_banners/2cc8d186b4e3e8ac17c42a4db563c215949f37690cf56a920f229f7c8acc5cc6.webp)
ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો પૈકી એક 'બિગ બોસ'ની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. સલમાન ખાન આ શોની 17મી સીઝનના હોસ્ટ હશે. મેકર્સે હાલમાં જ તેમનો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં સલમાને શોની થીમ વિશે વાત કરી છે. શોની નવી સીઝન 'દિલ, દિમાગ ઔર દમ' થીમ પર આધારિત હશે. આ પ્રોમોમાં સલમાન ચાલીને આવે છે અને દર્શકોને કહે છે કે અત્યાર સુધી બધાએ માત્ર બિગ બોસની આંખો જ જોઈ છે. હવે 17મી સીઝનમાં લોકોને બિગ બોસના ત્રણ અવતાર જોવા મળશે - 'દિલ, દિમાગ અને દમ.' પ્રોમોમાં સલમાન પણ ત્રણ અવતારમાં જોવા મળી રહ્યો છે. દિલની વાત કરતા ઓરેન્જ કુર્તા-પાયજામામાં જોવા મળે છે, જ્યારે દિમાગની વાત કરવામાં આવે તો તે બ્લેક શર્ટ અને ગ્રે ટ્રાઉઝરમાં જોવા મળે છે અને છેલ્લે દમની વાત કરીએ તો તે બુલેટ પ્રૂફ જેકેટમાં જોવા મળે છે.