New Update
/connect-gujarat/media/post_banners/2b4f877b23f42656a6a181b93a95c4d9d0232e28100b2a29442b292147d55d2d.webp)
પુષ્પા 2-ધ રૂલનાં ફેન્સ માટે મોટી ખબર છે. મેકર્સે મૂવીની રિલીઝ ડેટની ઘોષણા કરી દીધી છે. અલ્લુઅર્જુને રસપ્રદ પોસ્ટર સાથે પુષ્પા 2નો માહોલ બનાવ્યો છે. ફિલ્મ 2024માં 15 ઑગસ્ટનાં રોજ રિલીઝ થશે. આ જ તારીખે અજય દેવગણની મૂવીનું પણ સિક્વલ રિલીઝ થવાનું છે.
વર્ષ 2023માં દર્શકો બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કરી રહ્યાં છે. હવે 2024 સુધીમાં ફિલ્મ રસીકોને અનેક મોટી અને સારી ફિલ્મો જોવાનો મોકો મળવાનો છે. અનેક જબરદસ્ત ફિલ્મોનાં સિક્વલ 2024માં રિલીઝ થવાનાં છે. અલ્લુઅર્જુનની ફિલ્મ પુષ્પા 2 પણ 15 ઑગસ્ટ 2024નાં રોજ રિલીઝ થશે. ટ્વિટર પર અલ્લૂ અર્જુને ફિલ્મો પોસ્ટર પોસ્ટ કર્યો હતો. જેમાં અલ્લુઅર્જુને સોનાનું બ્રેસલેટ્સ અને રીંગ્સ પહેરી છે. સૌથી નાની આંગળીમાં રેડ નેઈલપેંટ પણ જોવા મળી રહી છે.