Connect Gujarat
મનોરંજન 

બિગ બોસ 17 : સલમાન ખાનના શોમાં છવાયું એનિમલનું હેંગઓવર, ઘરના સભ્યોએ "જમાલ કુડુ" સાથે કરી વાપસી...

બિગ બોસ 17માં મેકર્સ ઘણીવાર ઘરના સભ્યોના મૂડને હળવા કરવા માટે મનોરંજક કાર્યો આપે છે.

બિગ બોસ 17 : સલમાન ખાનના શોમાં છવાયું એનિમલનું હેંગઓવર, ઘરના સભ્યોએ જમાલ કુડુ સાથે કરી વાપસી...
X

બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના શો બિગ બોસ 17માં રણબીર કપુરની ફિલ્મ એનીમલનું હેંગઓવર છવાયું હોય તેમ ઘરના સભ્યોએ જમાલ કુડુ સોંગ સાથે ઘર વાપસી કરી હતી. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ લાઈમલાઈટમાં રહે છે. આ ફિલ્મ તેની સ્ટાર કાસ્ટથી લઈને તેના ગીતો સુધી ઘણા કારણોસર સમાચારમાં છે. હવે એનિમલની લત સલમાન ખાનના શો બિગ બોસ 17માં પણ ફેલાઈ ગઈ છે. આ સાથે પરિવારના તમામ સભ્યો એનિમલ બની ગયા છે. બિગ બોસ 17માં મેકર્સ ઘણીવાર ઘરના સભ્યોના મૂડને હળવા કરવા માટે મનોરંજક કાર્યો આપે છે.

આમાં સૌથી રસપ્રદ છે પરિવારના સભ્યોની સવારની દિનચર્યા. બિગ બોસ દરરોજ સ્પર્ધકોને ગીતોથી જગાડે છે. આ વખતે મેકર્સે લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કર્યો છે. બિગ બોસ 17ના આગામી એપિસોડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પરિવારના સભ્યો વહેલી સવારે બગીચા વિસ્તારમાં ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં એનિમલનું હેંગઓવર કહી શકાય તેવા ગીત જમાલ કુડુ સાથે ઘરના સભ્યો વાપસી કરતા નજરે પડી રહ્યા છે.

Next Story