Connect Gujarat
મનોરંજન 

બોલિવૂડ અભિનેતા આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા

બોલિવૂડ અભિનેતા આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા
X


બોલિવૂડમાં વિલનની ભુમિકા અદા કરતા પ્રખ્યાત અભિનેતા આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. આશિષ વિદ્યાર્થિએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેની પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનની વર્ષા પણ શરૂ થઈ ગઈ છે.

અભિનેતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો સામે આવતા જ તે આગની જેમ ફેલાઈ ગઈ હતી.

બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર લોકપ્રિય અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષ વિદ્યાર્થીનું દિલ જીતનાર રૂપાલી બરુઆહ કોણ છે તે જાણવા માટે પણ ઉત્સુક બન્યા છે.

આશિષ વિદ્યાર્થિ અને રૂપાલી બરુહાના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 60 વર્ષની ઉંમરે ફરી લગ્ન કર્યા બાદ આશિષ વિદ્યાર્થીની ખુશીનો કોઈ પાર નથી. કોણ છે રૂપાલી બરુઆ અને આશિષ વિદ્યાર્થી તેને કેવી રીતે મળ્યો, ચાલો જાણીએ.

Next Story