/connect-gujarat/media/post_banners/bb29b682ab198e21e2ff4231ea0e3783108ebcecfcb3eb4696ef8f5096c72efd.webp)
CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને તેઓએ ગઈકાલે લગભગ 12 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. લોકપ્રિય ક્રાઈમ શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 57 વર્ષની વયે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાએ રાત્રે લગભગ 12 વાગ્યે અવસાન થયું હતું. તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટી (દયા)એ કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ શો CIDમાં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલ તેમની અચાનક વિદાયથી તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.