હાલમાં ED દ્વારા સમગ્ર દેશમાં મોટી કાર્યબાહી ચાલી રહી છે. ત્યારે બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને EDએ સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ મામલો ઓનલાઈન ગેમિંગ સાથે જોડાયેલો છે ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં રણવીર મહાદેવે હાજરી આપી હતી. સૌરભ પર હવાલા દ્વારા કલાકારોને પૈસા આપવાનો આરોપ છે.ઈડી ઓનલાઈન ગેમ્સની જાહેરાત દ્વારા ફંડિંગની પણ તપાસ કરશે. હવે જોવાનું એ છે કે રણબીર કપૂર ED સમક્ષ હાજર થાય છે કે પછી તે પોતાના વકીલ મારફતે જ સમન્સનો જવાબ આપશે.
અગાઉ એવા સમાચાર હતા કે ED આ કેસમાં ટાઈગર શ્રોફ, નુસરત ભરૂચા, સુખવિંદર સિંહ, નેહા કક્કર અને સની લિયોન સહિત 17 સેલેબ્સની પૂછપરછ કરી શકે છે. હવે આ લિસ્ટમાં રણબીરનું નામ પણ સામેલ થઈ ગયું છે. અત્યારે ED 5,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલની તપાસ કરી રહી છે.