Connect Gujarat
મનોરંજન 

22 વર્ષ બાદ આવતીકાલે પુન: સિનેમાઘરોમાં રિલીઝ થશે 'Gadar' એક પ્રેમકથા, Buy 1, Get 1 Free ટિકિટ ઑફર

22 વર્ષ બાદ આવતીકાલે પુન: સિનેમાઘરોમાં રિલીઝ થશે Gadar એક પ્રેમકથા, Buy 1, Get 1 Free ટિકિટ ઑફર
X

2001માં આવેલી આ બ્લોકબસ્ટર ફિલ્મ ગદર આવતીકાલે ફરી એકવાર રિલીઝ થશે. સાથે જ મેકર્સ આ ફિલ્મની ટિકિટ પર વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.નિર્માતાઓ તેનો ભાગ 2 બનાવવાની તૈયારી કરી રહ્યા છે.દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ દરમિયાન સિનેમા પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. ગદર 2 ની રિલીઝ પહેલાં ફિલ્મના ભાગ 1 ની યાદોને તાજી કરવાનો મોકો મળશે. જણાવી દઈએ કે સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર' ફરી એકવાર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મ 'ગદર-2'ની રિલીઝ પહેલા મેકર્સે વર્ષ 2001માં આવેલી આ બ્લોકબસ્ટર ફિલ્મ ગદરને ફરી એકવાર દર્શકો માટે રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 9મી જૂન (શુક્રવાર)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે જ જે લોકો આ ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે એક સારા સમાચાર એ છે કે મેકર્સ આ ફિલ્મ પર વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

Next Story