સીરિયલ 'મહાભારત'માં 'શકુની'નું પાત્ર ભજવનાર ગૂફી પેન્ટલની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

સીરિયલ 'મહાભારત'માં 'શકુની'નું પાત્ર ભજવનાર ગૂફી પેન્ટલની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
New Update

સીરિયલ 'મહાભારત'માં 'શકુની મા'નું પાત્ર ભજવીને ખૂબ જ ફેમસ બનેલા ગૂફી પેન્ટલ ખૂબ જ બીમાર હોવાનું કહેવાય છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૂફી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગૂફી પેન્ટલની હાલત ગંભીર હોવાની પુષ્ટિ કરી છે.

ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરી અને તેની ખરાબ તબિયત વિશે જાણકારી આપી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાંઈ રામ પ્રાર્થના" ટીના ઘાઈની આ પોસ્ટ બાદ તમામ ચાહકો કોમેન્ટ બોક્સમાં પીઢ અભિનેતાની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, ટીના ઘાઈએ પણ કહ્યું છે કે ગૂફી પેન્ટલના પરિવારના સભ્યોએ કોઈની સાથે કોઈપણ વિગતો શેર કરવાની મનાઈ કરી છે. ટીનાએ કહ્યું કે ગૂફીના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો. જણાવવામાં આવી રહ્યું છે કે ગૂફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

#India #ConnectGujarat #hospital #Goofy Pantal #'Shakuni #'Mahabharat'
Here are a few more articles:
Read the Next Article