અમેરિકામાં ભારતનો ડંકો Golden Globes એવોર્ડમાં 'RRR'એ મચાવી ધમાલ

New Update
અમેરિકામાં ભારતનો ડંકો Golden Globes એવોર્ડમાં 'RRR'એ મચાવી ધમાલ

અમેરિકામાં હાલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણી ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ ખાતે આવેલા બેવર્લી હિલ્ટન માં યોજાયો છે. રેડ કાર્પેટ પર આ વખતે ભારતમાંથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડ ગ્લોબ એવોર્ડ જીવતવાની રેસમાં વિશ્વભરની ફિલ્મો ફિલ્મો સ્પર્ધા કરી રહી છે. જેમાં એસ.એસ રાજામૌલી ફિલ્મ 'RRR'એ બાજી મારી લીધી છે.

એસ.એસ રાજામૌલી ની ફિલ્મ RRRના 'નાતુ નાતુ' ગીત (SONG)ને બેસ્ટ ઓરિજિનલ ગીત નો એવોર્ડ મળ્યો છે. જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ માટે આ ખૂબ જ ખુશીની વાત છે. સાથે જ ભારતીય સિનેમા માટે પણ આ ગર્વની વાત છે. એસએસ રાજામૌલી ફિલ્મ 'RRR' વાસ્તવમાં બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. તે નોન અંગ્રેજી ભાષા અને બેસ્ટ ઓરિજનલ સોન્ગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે. એસએસ રાજામૌલી ફિલ્મ RRRનું સોન્ગ 'નાતુ નાતુ' વર્ષ 2022ના હિટ ટ્રેક્સ માંનું એક છે. તેના તેલુગુ વર્ઝનને વેટરન મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરવાણી દ્વારા કંપોઝ કરવામાં આ્યું છે અને આ ગીતને કાલા ભૈરવ અને રાહુલ સિપ્લીગુંજ દ્વારા લખવામાં આવ્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ લેવા માટે કીરાવાણી સ્ટેજ પર પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે, 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેશન્સની જાહેરાત 12 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી

Latest Stories