ખતરો કે ખિલાડી ‘ સીઝન 14 ની ટૂંક સમયમાં થશે શરૂઆત

રોહિત શેટ્ટીના સ્ટંટથી ભરપૂર એવા રિયાલીટી શો ખતરો કે ખિલાડી શો ની સીઝન 14 ટૂક સમયમાં શરૂ થવા જઈ રહી છે,

New Update
rohit

રોહિત શેટ્ટીના સ્ટંટથી ભરપૂર એવા રિયાલીટી શો ખતરો કે ખિલાડી શો ની સીઝન 14 ટૂક સમયમાં શરૂ થવા જઈ રહી છે, ત્યારે રોહિત શેટ્ટીએ શૂટિંગની એક તસ્વીર શેર કરી દર્શક મિત્રોને જાણ કરી હતી દર્શકો  પણ આ શો ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે રોહિત શેટ્ટીએ આ શોના શૂટની એક તસવીર શેર કરીને દર્શકોના ઉત્સાહમાં વધારો કરી દીધો છે.
રોહિત શેટ્ટીએ 'ખતરોં કે ખિલાડી' 14ના શૂટનો જબરદસ્ત એક્શનથી ભરપૂર એક ફોટો પોસ્ટ કર્યો છે.

રોમાનિયામાં થઈ રહ્યું છે શૂટિંગ

Aરોહિત શેટ્ટીએ તસવીર પોસ્ટ કરીને કેપ્શન લખ્યું- ખતરોં કે ખિલાડીની વધુ એક સીઝન માટે રોમાનિયામાં શૂટિંગ કરી રહ્યો છું. આ શો હોસ્ટ કરતા 10 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષો સુધી તમે મને અને શોને જે પ્રેમ આપ્યો છે એ માટે આભાર.

જણાવી દઈએ કે, આ વખતે ખતરોં કે ખિલાડીમાં ઘણા એવા ચહેરા જોવા મળશે જે શોમાં દર્શકોની રુચિ વધારી દેશે. આ શોમાં સુમોના ચક્રવર્તી, અભિષેક કુમાર, , આશિષ મેહરોત્રા, નિમૃત કૌર, ગશ્મીર મહાજની, અદિતિ શર્મા, ક્રિષ્ના શ્રોફ, અસીમ રિયાઝ અને શિલ્પા શિંદે જોવા મળશે.

Latest Stories