દર્શકો માટે આકર્ષક અને વિચાર-ઉત્પ્રેરક થ્રિલર “જોરમ”ની ઘણા સમયથી રાહ જોવાતી એવા વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર માટે તૈયાર છે.
એન્ડએક્સપ્લોર એચડી પર તા. 22મી જૂને રાત્રે 9 કલાકે જાણિતા ફિલ્મમેકર દેવાશિષ મખીજા દ્વારા ડિરેક્ટ આ ફિલ્મમાં જોરદાર અભિનેતા મનોજ બાજપેયી “જોરમ”માં તેના ભૂતકાળના ભૂત તથા તેનું મૃત્યુ ઇચ્છતી કેટલીક શક્તિઓથી પોતાને તથા તેની નવજાત દિકરીને બચાવવાની વાત ડરામણી વાર્તા છે.
“જોરમ”માં સુંદરતાપૂર્વક કહેવાયેલી વાર્તા અને મનોજ બાજપેયીનું જોરદાર પફોર્મન્સએ વાર્તામાં જીવ રેડી દીધો છે, જે દર્શકોને લાગણીઓ તથા સસ્પેન્સના ઉતાર-ચડાવમાં લઈ જશે. વાર્તા જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ દર્શકો સસ્પેન્સ, રહસ્ય અને નૈતિક દુવિધામાં ફસાતા જાય છે, અને અંત સુધી તેમને જકડી રાખીને અવાક કરી દેશે. આ ફિલ્મ અનિશ્ચિતતા અને સંકટનું એક કરુણ ચિત્ર રજૂ કરે છે. કેમ કે, તે તેની દિકરીને જોખમથી બચાવવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરે છે, તે દર્શાવે છે. ઝારખંડના આદિવાસી સમુદાયની પાશ્ચાદભૂ પર આધારીત “જોરમ”માં હાંસિયામાં ધકેલાઈ ગયેલી વસ્તીઓ દ્વારા સામનો કરવામાં આવેલી કેટલીક વાસ્તવિક્તાને રજૂ કરવામાં આવી છે. જેમાં હૃદયસ્પર્શી રોમાંચની સાથે, સામાજિક ટિકાનો પણ સામનો કરે છે.
એન્ડએક્સપ્લોર એચડીએ તેના અનિયમિત, અનઅપેક્ષિત અને અનફોર્મ્યુલાની ફિલ્મોને દર્શકો સમક્ષ લાવવા માટે જાણિતું છે. તો તે દર્શકો સમક્ષ ‘જોરમ’ સાથે વધુ એક હિરો લઇને આવ્યું છે, આ ફિલ્મ એ એક રાષ્ટ્રવ્યાપી માન્યતા મેળવી અને તેની સામાજિક બાબતોના નિરૂપણ તથા જકડતી વાર્તાને લીધે માન્યતા મળી હતી. એન્ડએક્સપ્લોર એચડી પર તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર સાથે આ ફિલ્મ વિશાળ દર્શકો સુધી પહોંચીને ચર્ચા તથા વિચારઉત્પ્રેરક બનીને ઉભરી આવશે. ડિરેક્ટર દેવાશિષ મખિજા કહે છે, “આપણે શહેરી જીવનમાં જે લાભો મળે છે, તેના લીધે આપણે કેટલીક બાબતોને સામાન્યમાં લઈએ છીએ, તો જોરમની સાથે અમે આ મુશ્કેલીને રજૂ કરીને તેની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. એક આકર્ષક (આશા રાખું છું), થ્રિલરની સાથે, અમે રક્ષણાત્મ્કની થીમને આગળ વધારીને માનવીય જુસ્સાને રજૂ કર્યું છે.
‘જોરમ’ એ અમને અસમાનતા અને અન્યાયની યાદ અપાવે છે, જે બિનટકાઉ એવા ‘વિકાસ’ પ્રત્યેના અમારા જુસ્સાને પરિણામે સતત આગળ વધારી રહ્યા છે. અમને આશા છે કે, દર્શકો પણ આ ફિલ્મ જોઈને પ્રેરિત થઈને બદલાવની હિમાયત કરશે.” અનિશ્ચિતતાના દિલમાં રહેલો એક અવિસ્મરણિય પ્રવાસ તથા માનવીય જુસ્સાની સ્થિરતાને માણવા માટે એન્ડએક્સપ્લોર એચડી પર તા. 22મી જૂનના રોજ રાત્રે 9 વાગે જોવાનું ચુકશો નહીં ‘જોરમ’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર. આ અંગે પ્રતિભાશાળી કલાકાર મનોજ બાજપેયી કહે છે કે, ‘જોરમ’માં કામ કરવું એ મારા માટે એક અંગત પ્રવાસ જેવું હતું. આ ફિલ્મમાં જે હાંસિયામાં ધકેલાયેલા સમુદાય દ્વારા વાસ્તવિક્તાનો સામનો કરવામાં આવે છે. તેને હું મારી સાથે જોડી શકું છું. કેમ કે, મારો ઉછેર પણ એક નાનકડા ગામડામાં થયો છે. વાર્તા અને તેના પાત્રોની સાથે હું મારી જાતનું તાદાત્મ્યતા અનુભવી શકતો હતો, જેના લીધે આ પ્રોજેક્ટમાં મેં મારો જીવ રેડી દીધો હતો. ‘જોરમ’માં મને જે સૌથી વધુ આકર્ષિત લાગ્યું હતું તે હતું, નબળા અને નિર્બળ વ્યક્તિઓનું સંઘર્ષ. એક કલાકાર તરીકે, મને પછાત વર્ગના લોકો દ્વારા જે અન્યાયનો સામનો કરવો પડે છે, તેના પર પ્રકાશ પાડવાની તથા સિનેમાની શક્તિથી તેના અવાજને સંભળાવવાનો મોકો મળ્યો છે. આ એવી વાર્તા છે, જે રજૂ થવી જોઈએ અને મને ગર્વ છે કે, એન્ડએક્સપ્લોર એચડી દર્શકોની સમક્ષ આ અનુભવ લાવવા સમર્થ બન્યો છે.