અભિનેત્રી જેક્લીનની 8 કલાક પૂછપરછ બાદ નોરા ફતેહીને સમન્સ,વાંચો શું છે સમગ્ર મામલો

દિલ્હી પોલીસે જેકલીનની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. જેકલીન સિવાય ટીમે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરી,

New Update
અભિનેત્રી જેક્લીનની 8 કલાક પૂછપરછ બાદ નોરા ફતેહીને સમન્સ,વાંચો શું છે સમગ્ર મામલો

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહી ની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે આર્થિક અપરાધ શાખાની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ મામલો સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની વસૂલી છે.

બુધવારેદિલ્હી પોલીસે જેકલીનની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. જેકલીન સિવાય ટીમે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરી,જેણે કથિત રીતે જેકલીનને ઠગ સુકેશને મેળવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. પહેલા રાઉન્ડની પૂછપરછ દરમિયાન અધિકારીઓને જેકલીન અને પિંકી ઈરાનીના જવાબમાં અસમાનતા જોવા મળી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે બંનેની ફરી પૂછપરછ થઈ શકે છે. પિંકી ઈરાનીને ગુરુવારે દિલ્હી પોલીસની સામે રજૂ થવાનું કહ્યું છે પરંતુ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું નથી.

પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે નોરા ફતેહીનો જેકલીન સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ પિંકી ઈરાની સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. વિશેષ કમિશનર રવીન્દ્ર યાદવે કહ્યુ- કારણ કે પિંકી ઈરાની અહીં છે, તેથી અમે કાલે બંને (નોરા અને પિંકી ઈરાની) ની પૂછપરછ કરવા ઈચ્છીએ છીએ. કેટલીક વસ્તુ છે જેને સ્પષ્ટ કરવાની જરૂર છે. આ મામલાના સંબંધમાં નોરા અને જેકલીન વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે પોલીસે નોરા ફતેહી ની બળજબરીથી વસૂલીના મામલામાં આશરે સાત કલાક પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ અનુસાર નોરા ફતેહીને સુકેશ પાસેથી ઘણી કિંમતી ભેટ મળી હતી. તે ચેન્નઈમાં એક કાર્યક્રમનો ભાગ હતી, જેની સુકેશ ચંદ્રશેખર સાથે પણ લિંક છે. આ પહેલા પોલીસે કહ્યું હતું કે કેટલાક સવાલ છે જેનો જવાબ આપવાની જરૂર છે

Latest Stories