/connect-gujarat/media/post_banners/9f44ea975fb654728346bf0664659023f9a34656c4ef4017d3804c8c5f3bd26a.webp)
ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા સમાચારમાં રહે છે. આ દિવસોમાં આ સીરિયલના કલાકારો મુનમુન દત્તા અને રાજ અનડકટ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તાએ શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. જે બાદ સોશિયલ મીડિયા પર આ બંનેની જ ચર્ચા થઈ રહી હતી.જો કે આ પછી મુનમુન અને રાજ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અફવાઓને ફગાવી દીધી હતી. સગાઈની અફવાને ફગાવી દીધા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
સગાઈની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યા બાદ રાજ અનડકટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે.જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનડકટ સ્ટેડિયમમાં મેચ જોવા ગયો ત્યારે તેના હાથમાં ક્રિકેટ બેટ હતું. આ વીડિયો શેર કરતી વખતે રાજે કેપ્શનમાં લખ્યું- ‘કેટલી શાનદાર મેચ હતી, ચેન્નાઈએ, ISPLમાં પોતાના શાનદાર પ્રદર્શનથી આ સિદ્ધિ મેળવી. પોતાના શાનદાર વાઈબ્સની સાથે દરેક પળનો આનંદ લીધો.. Ibis India.