/connect-gujarat/media/post_banners/5ab5c39fb3bd84ce961effdea175c0f0d094790c5d8a5c4fa6a31c1aff5089bc.webp)
જો તમે પણ ફિલ્મો જોવાના શોખીન હોવ તો માટે એક ખુશખબર છે. હકીકતમાં 13 ઓકટોબર રાષ્ટ્રીય સિનેમા દિવસ છે, આવી સ્થિતિમાં તમારી પાસે સસ્તામાં કોઈ પણ મૂવી જોવાની સારી તક છે. સિનેમા દિવસના અવસર પર તમામ થિયેટરોમાં માત્ર 99 રૂપિયામાં મૂવી ટિકિટ અપાશે.
આ ઓફર દેશના તમામ PVR, INOX, Cinepolis પર માન્ય છે. MAI એ જાહેરાત કરી છે કે 13 ઓકટોબરે રાષ્ટ્રીય સિનેમા દિવસ હોવાથી બધા જ થિયેટરોમાં માત્ર 99 રૂપિયામાં જ ટિકિટ મળશે. આ ખાસ અવસર પર તમે તમારા ફેમેલી કે ફ્રેન્ડ્સ સાથે એક દિવસ માટે ફિલ્મનો આનંદ માણી શકો છો. જવાનથી લઈને ગદર 2 અને ફૂકરે 3ની તમામ ફિલ્મો માત્ર 99 રૂપિયામાં જ જોઈ શકશો. તમે તેની ટિકિટ બૂક કરાવવા માટે માઈ શો, પેટીએમ અથવા ફોન પે ઓનલાઇન બુક કરી શકો છો.