New Update
/connect-gujarat/media/post_banners/8ca89082f065a0fce3db9f06d8e70f85f98bf8712b7b2cd7547e731565007621.webp)
દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર જુનિયર NTRના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજકારણી નંદામુરી તારકા રત્નનું શનિવારે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. આ સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મનોરંજન ઉદ્યોગના તમામ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નંદમુરી તારક રત્નને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નંદામુરી તારક રત્નનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ તારક રત્નને શ્રદ્ધાંજલિ આપી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, 'શ્રી નંદામુરી તારક રત્ન ગરુના અકાળ અવસાનથી હું દુઃખી છું. તેમણે ફિલ્મો અને મનોરંજનની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ'.
/connect-gujarat/media/post_attachments/22b3c246d66d294f2ca6b78c492dd6a06d2efee8476199151808de85eb9955a7.webp)