Connect Gujarat
મનોરંજન 

લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે થયું નિધન

લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે થયું નિધન
X

મરાઠી-હિન્દી સિનેમામાંથી શોકના સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબિયત વધારે બગડતાં રવિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે સવારે મુંબઈના દાદરમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.

સુલોચના લાટકરે હિન્દી ફિલ્મ ઉદ્યોગને ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'કટી પતંગ', 'જોની મેરા નામ', 'દિલ દેકે દેખો' અને 'ખૂન ભરી માંગ' જેવી ફિલ્મો સામેલ હતી. આ ઉપરાંત અભિનેત્રી ઘણી મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. સુલોચના લાટકરે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને દિલીપ કુમારની ઓનસ્ક્રીન માતાના રોલમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. લોકો તેમને ફક્ત કલાકારોની ઓનસ્ક્રીન માતાના રોલથી જ ઓળખતા હતા. જેમાં 'રેશ્મા ઔર શેરા', 'મજબુર' અને 'મુકદ્દર કા સિકંદર' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

250 હિન્દી અને 50 મરાઠી ફિલ્મોમાં કામ કર્યું

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ઘણી વખત સુલોચના લાટકરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે 250 હિન્દી અને 50 મરાઠી ફિલ્મો કરી છે. તેઓ પોતાના સમયના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રહ્યાં હતા.

1999માં મળ્યો હતો પદ્મશ્રી એવોર્ડ

સુલોચના લાટકરને 1999ની સાલમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (1999) અને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ (2004) મળી ચૂક્યો છે.

Next Story