Connect Gujarat
મનોરંજન 

પ્રભાસની ફિલ્મ 'સાલાર' બોક્સ ઓફિસ પર કમાણીનો નવો ઈતિહાસ રચ્યો, 600 કરોડના ક્લબમાં મેળવ્યું સ્થાન

પ્રભાસની ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર કમાણીનો નવો ઈતિહાસ રચ્યો, 600 કરોડના  ક્લબમાં મેળવ્યું સ્થાન
X

પ્રભાસની ફિલ્મ 'સાલાર' બોક્સ ઓફિસ પર કમાણીનો નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ માત્ર દક્ષિણ પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. દુનિયાભરમાં 'સાલાર'નું વર્ચસ્વ પણ જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી અને એક્શન દર્શકોના દિલ જીતી રહ્યા છે. આ ફિલ્મે દુનિયાભરમાં ધૂમ મચાવી છે અને માત્ર 10 દિવસની કમાણી સાથે 600 કરોડ રૂપિયાના ક્લબમાં જગ્યા બનાવી લીધી છે.

ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયને X પર પોસ્ટ કર્યું કે આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેમણે લખ્યું- 'સાલારે તેના 10માં દિવસે બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાની ક્લબ પાર કરી લીધી છે. પ્રભાસ એવો પહેલો સાઉથ ઈન્ડિયન સ્ટાર બની ગયો છે જેની ત્રણ ફિલ્મોએ 600 કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું છે.

તમને જણાવી દઈએ કે 'સાલાર' 600 કરોડના ક્લબમાં પ્રવેશવાની સાથે જ પ્રભાસ દક્ષિણનો પહેલો એક્ટર બની ગયો છે જેની 3 ફિલ્મોએ 600 કરોડથી વધુની કમાણી કરી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર 'બાહુબલી' છે જેણે દુનિયાભરમાં 650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સ્થાને 'બાહુબલી 2' છે, જેનું 1788 કરોડ રૂપિયાનું મજબૂત કલેક્શન હતું.

Next Story