Connect Gujarat
મનોરંજન 

સાલાર-2 ફિલ્મની તૈયારીઓ શરૂ, 2025ના અંતમાં રિલીઝ થશે ફિલ્મ

સાલાર-2 ફિલ્મની તૈયારીઓ શરૂ, 2025ના અંતમાં રિલીઝ થશે ફિલ્મ
X

પ્રભાસની ફિલ્મ 'સાલાર પાર્ટ 1- સીઝફાયર' 22 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરીને 2023ની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ભાષાની ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે મેકર્સ જલદી જ 'સાલાર'નો આગળનો ભાગ લાવવા જઈ રહ્યા છે.

'સાલાર પાર્ટ-2'ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાના અંતમાં શરૂ થવા જઈ રહ્યું છે.પિંકવિલાના તાજેતરના અહેવાલ મુજબ, 'સાલાર પાર્ટ 2'નું શૂટિંગ મે મહિનાના અંતમાં હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શરૂ થશે. ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યૂલ 10 દિવસનું હશે. રિપોર્ટમાં ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રને ટાંકીને લખવામાં આવ્યું છે કે, ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલ પોતાની ટીમ સાથે છેલ્લા 3 મહિનાથી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા. ફિલ્મના પહેલા શૂટિંગ શેડ્યૂલમાં પ્રભાસ અને પૃથ્વીરાજ પણ હાજર રહેશે.

Next Story