"રણવીર સિંહની ફિલ્મ 83 કપિલ દેવે અધવચ્ચે જ કરી દીધી હતી બંધ", 2 વર્ષ બાદ કેમ કર્યો ખુલાસો..!

ફિલ્મ રિલીઝ થયાના 2 વર્ષ બાદ કપિલે ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં એક સીન જોઈને તે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા

New Update
"રણવીર સિંહની ફિલ્મ 83 કપિલ દેવે અધવચ્ચે જ કરી દીધી હતી બંધ", 2 વર્ષ બાદ કેમ કર્યો ખુલાસો..!

83 મૂવી રણવીર સિંહની ફિલ્મ 83 બે વર્ષ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત પર આધારિત આ ફિલ્મ બધાને પસંદ આવી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે, અને કહ્યું છે કે, તે ફિલ્મનો એક સીન જોઈને ઈમોશનલ થઈ ગયા હતા.

હિન્દી સિનેમાના પ્રખ્યાત દિગ્દર્શક કબીર ખાને વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત પર ફિલ્મ 83 બનાવી છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર રણવીર સિંહે 83 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવી હતી. રણવીર સિંહની આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મ રિલીઝ થયાના 2 વર્ષ બાદ કપિલે ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં એક સીન જોઈને તે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવે રણવીર અલ્લાહબડિયાના પોડકાસ્ટમાં ફિલ્મ 83 વિશે ખુલીને વાત કરી હતી.

83માં કપિલ દેવના પાત્રને ઘણી પ્રાથમિકતા આપવામાં આવી છે, તેના આધારે આ ફિલ્મ વિશે પૂર્વ ક્રિકેટરના અનુભવને પૂછવામાં આવ્યો હતો. આના પર કપિલ દેવે કહ્યું - "મેં આ ફિલ્મ ઘણી વખત જોઈ છે, પરંતુ આ ફિલ્મના એક સીનને કારણે મારે તેને અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. ફિલ્મના બેસ્ટ ઈમોશનલ સીન્સની વાત કરીએ તો, ઝિમ્બાબ્વે સામે વર્લ્ડકપ 83ની મેચ દરમિયાન કોચ માન સિંહ મેદાનમાં આવ્યા અને સલામ કરી જ્યારે તેઓએ અમને ટિકિટ આપવાની ના પાડી. આ એવા દ્રશ્યો છે જેણે મને ભાવુક બનાવી દીધો હતો.

તેમને જોતાની સાથે જ હું એટલો ભાવુક થઈ ગયો હતો કે, મારે ફિલ્મ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.'' આ રીતે કપિલ દેવે રણવીર સિંહની 83 વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના વિજયી અભિયાન પર આધારિત 83 એ દરેકના દિલ જીતી લીધા છે. સ્થિતિ એવી હતી કે, નિર્દેશક કબીર ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે 109 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

Read the Next Article

ભારતમાંથી સૌથી પહેલીવાર દીપિકા હોલીવૂડ વોક ઓફ ફેમમાં સામેલ

દીપિકા પદુકોણ હોલીવૂડ વોક ઓફ ફેમનું સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. વિશેષ વાત એ છે કે દીપિકા માતા બન્યા પછી આ યાદીમાં સ્થાન પામી છે.

New Update
Hollywood Walk of Fame
દીપિકા પદુકોણનું નામ હોલીવૂડની પ્રતિષ્ઠિત વોક ઓફ ફેમ સ્ટાર્સની યાદીમાં સામેલ કરાયું છે. આ સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. વિશેષ વાત એ છે કે દીપિકા માતા બન્યા પછી આ યાદીમાં સ્થાન પામી છે.

દીપિકાએ સોશિયલ મીડિયા પર આ યાદીમાં સ્થાન અંગે ખુશી તથા કૃતજ્ઞાતાની લાગણી વ્યક્ત કરી હતી.  વર્ષ  ૨૦૨૬ માટે જાહેર કરાયેલી હોલીવૂડ વોક ઓફ ફેમની યાદીમાં  ૩૫ કલાકારોનાં નામ છે.

હોલીવૂડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં મોશન પિકચર્સની શ્રેણીમાં હોલીવૂડ સુપરસ્ટાર એમિલી બ્લન્ટ, ટીમોથી  શેલમેટ,ડેમી મૂર, રશેલ મેક એડમ્સ સહિતના કલાકારોને સામેલ કરાયા છે.  

દીપિકાએ આ ગૌરવ મેળવવામાં આલિયા ભટ્ટ, કિયારા અડવાણી જેવી નવી પેઢીને પાછળ છોડવાની સાથેસાથે હાલ હોલીવૂડમાં સક્રિય ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પણ મહાત આપી છે.  

દીપિકાએ  ફિલ્મ 'ત્રિપલ એક્સ રિટર્ન ઓફ ઝેન્ડર કેેજ' ફિલ્મથી હોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. અગાઉ દીપિકાને ઓસ્કર એવોર્ડમાં પણ પ્રેઝન્ટર તરીકે સન્માન અપાયું હતું. 
Latest Stories