સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી

New Update
સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી

રશ્મિકા મંદાનાએ સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'માં એન્ટ્રી કરી છે. ગુરુવારે, ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. મેકર્સે લખ્યું, 'અમે સલમાનની સામે ફિલ્મ 'સિકંદર'માં રશ્મિકાનું સ્વાગત કરીએ છીએ. તેમના ઓન-સ્ક્રીન જાદુ જોવા માટે રાહ જોઈ શકતા નથી.'રશ્મિકાએ ટ્વીટમાં લખ્યું, 'લાંબા સમયથી તમે લોકો મને મારા આગામી પ્રોજેક્ટ વિશે પૂછી રહ્યા હતા.

અહીં આશ્ચર્ય છે. સિકંદરનો ભાગ બનાવવા બદલ આભાર'.આ દરમિયાન સલમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ 'સિકંદર'ના સેટની છે અને સલમાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

#India #ConnectGujarat #Rashmika Mandana #Salman Khan #film Sikandar
Latest Stories