Connect Gujarat
મનોરંજન 

મહાદેવ એપ કેસમાં આજે હાજર થવા શ્રદ્ધા કપૂરને સમન્સ, રણબીર કપૂરે માંગ્યો સમય

મહાદેવ એપ કેસમાં આજે હાજર થવા શ્રદ્ધા કપૂરને સમન્સ, રણબીર કપૂરે માંગ્યો સમય
X

અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ ગેમિંગ એપ સાથે સંકળાયેલા કેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેઓ એવા સ્ટાર્સમાં સામેલ છે જેમની મહાદેવ એપ પર પૂછપરછ કરવામાં આવશે જે કથિત રીતે ગેરકાયદે સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

રણબીર કપૂરે કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે. આજે શ્રદ્ધા કપૂર તેમની સામે હાજર થશે કે કેમ તેની કોઇ જાણકારી મળી નથી. કોમેડિયન-એક્ટર કપિલ શર્મા અને એક્ટ્રેસ હુમા કુરેશી અને હિના ખાનને પણ મહાદેવ એપ કેસમાં અલગ-અલગ તારીખે સમન્સ મોકલવામાં આવ્યા છે, એમ સૂત્રોએ ગઇકાલે જણાવ્યું હતું.

મહાદેવ ગેમિંગ એપ કેસ કથિત રીતે ગેરકાયદે સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. માહિતી અનુસાર, આ કંપની ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ક્રિકેટ, ટેનિસ બેડમિન્ટન, પોકર અને કાર્ડ ગેમ્સ સહિત ઘણી લાઈવ ગેમ્સ પૂરી પાડે છે. આ કેસમાં રણવીર કપૂર પર ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો આરોપ છે, જેના સંદર્ભમાં EDએ કાર્યવાહી કરી છે. એવું માનવામાં આવે છે કે રણવીરને આ પૈસા રોકડમાં મળ્યા છે. કપૂરે તપાસ માટે સમય માંગ્યો છે.

આ કેસમાં સેલિબ્રિટીઝનું નામ આરોપી તરીકે નથી, પરંતુ તેઓને એપના પ્રમોટર્સ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી ચૂકવણીની પદ્ધતિ અંગે પૂછપરછ કરવામાં આવશે. એજન્સીએ દાવો કર્યો છે કે રણબીર કપૂરે મહાદેવ એપને પ્રમોટ કરતી ઘણી જાહેરાતો કરી છે અને તેને મોટી રકમ મળી છે જે ગુનાની આવકમાંથી આપવામાં આવી હતી.

આ જ કારણે આ મામલે રણબીર કપૂરનું નામ સામે આવ્યું છે. કારણ કે ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં અભિનેતા મહાદેવે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરભ પર હવાલા દ્વારા સ્ટાર્સને પૈસા આપવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ આ સમન્સ રણબીર કપૂરને પૂછપરછ માટે મોકલવામાં આવ્યું છે. જોકે આ મામલામાં રણબીર કપૂર પહેલા બૉલીવૂડના 14 સ્ટાર્સના નામ સામે આવ્યા છે.

Next Story