Singham Again ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ, અજય દેવગન, રોહિત શેટ્ટી, હાથ જોડીને પૂજા કરતા મળ્યા જોવા

New Update
Singham Again ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ, અજય દેવગન, રોહિત શેટ્ટી, હાથ જોડીને પૂજા કરતા મળ્યા જોવા

ફરી એકવાર, દિગ્દર્શક રોહિત શેટ્ટી સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં તેમની આગામી ફિલ્મ સિંઘમ અગેઈન ચાહકો માટે લાવી રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સિંઘમ અગેઇનમાં અજય દેવગન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમારે પણ ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી છે.

હાલમાં જ અજય દેવગન, રોહિત શેટ્ટી, અક્ષય કુમાર અને રણવીર સિંહની સેટ પર પૂજા કરતી વખતેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરોમાં રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને અજય દેવગન હાથ જોડીને પૂજા કરતા જોવા મળે છે. સિંઘમ ફિલ્મ અજય દેવગન વિના અધૂરી લાગે છે, ચાહકો ઉત્સાહિત હતા કે તેઓ આ ફિલ્મનો ભાગ ક્યારે જોવા મળશે. સિંઘમ 3 ની જાહેરાત કરતી વખતે અજય દેવગને પણ ફોટા શેર કર્યા છે.

Read the Next Article

સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે અજય દેવગણનું મોટું નિવેદન

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે.

New Update
saiyaara

અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ અહાન પાંડે અને કાજોલ સાથે સલામ વેંકી માં નજર આવેલી એક્ટ્રેસ અનીત પડ્ડા હાલમાં ચર્ચામાં છે. આ બંનેએ યશરાજ બેનર હેઠળ બનેલી મોહિત સૂરીની ફિલ્મ સૈયારાથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી છે. તેમની પહેલી જ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. જોકે, હવે સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે બોલિવૂડના 'સિંઘમ'એ ન્યુ કમર્સની મોટી ગેરસમજણને દૂર કરવા માટે તેમને અરીસો દેખાડ્યો છે, જો તેને તેઓ સમજી લેશે તો ઈન્ડસ્ટ્રીમાં લાંબી રેસના ઘોડા બની શકે છે. 

અજય દેવગણે બોલિવૂડમાં એક લાંબો યુગ જોયો છે, આવી સ્થિતિમાં તેણે સક્સેસ અને ફેલિયર બંનેને સારી રીતે સમજ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈબ્રાહિમ અલી ખાનથી લઈને વેદાંગ રેના અને સુહાના ખાન સહિત અનેક સ્ટાર કિડ્સ અને આઉટસાઈડર એક્ટર્સે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જોકે, આ બધામાંથી અહાન પાંડે અને અનીત પડ્ડા પોતાના ડેબ્યૂમાં સફળ રહ્યા છે. જોકે, તેના પહેલાથી ફિલ્મથી લોકોએ તેને સ્ટાર કહેવાનું શરૂ કરી દીધુ છે, હવે અજય દેવગણે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.  

અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા અજય દેવગણે બંનેના નામ લીધા વિના કહ્યું કે, હું આ બધા માટે નથી કહી રહ્યો. કેટલાક લોકો સમજદાર હોય છે, પરંતુ મોટાભાગે લોકોને ખબર નથી હોતી કે તેઓ એક્ટર બનવા માગે છે કે સ્ટાર. તમે પહેલા જ દિવસે સ્ટાર નથી બની શકતા. સૌથી પહેલા તો તમારે એક્ટર બનવાનું છે. મને લાગે છે કે જે આઉટસાઈડર ફિલ્મોમાં આવે છે, તેમના મનમાં ઈન્ડસ્ટ્રીને લઈને ગેરસમજણ હોય છે. મને એ લાગે છે કે તે તમારું હાર્ડવર્ક છે. 

ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટંટ કોરિયોગ્રાફર રહેલા વીરુ દેવગણ પાસેથી અજયે ફિલ્મમાં આવવા પહેલા શું-શું શીખ્યું તે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, મેં ઈન્ડસ્ટ્રી વિશે જે પણ ટેકનિકલ બાબતો શીખી છે, તે મને તેમણે જ શીખવી છે. તેમનું કામ પ્રત્યે જે ડેડિકેશન હતું તે તેમણે મને પણ શીખવ્યું. મારા કામમાં તમે જે પ્રામાણિકતા જુઓ છો તે તેમના કારણે જ છે.'

અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'સન ઑફ સરદાર-2' ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ધડક-2' સાથે પડદા પર ટકરાશે. પહેલી વાર દર્શકો આ ફિલ્મમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુરની જોડી જોશે.

 CG Entertainment | Bollywod Film | box office | Ajay Devgn New Film | saiyaara