સાઉથના સુપરસ્ટાર એક્ટર કમલ હાસનની તબિયત લથડી, મોડી રાત્રે ગભરામણ થતાં હૉસ્પીટલમાં કરાવાયા ભરતી

New Update
સાઉથના સુપરસ્ટાર એક્ટર કમલ હાસનની તબિયત લથડી, મોડી રાત્રે ગભરામણ થતાં હૉસ્પીટલમાં કરાવાયા ભરતી

સાઉથના સુપરસ્ટાર એક્ટર કમલ હાસનનું સ્વાસ્થ્ય ઠીક નથી, અને તેમની તબિયત લથડી ગઇ છે, જે પછી તેમને 23 નવેમ્બરે શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર (SRMC)માં ભરતી કરાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને રેગ્યૂલર હેલ્થ ચેકઅપ માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાલ એક્ટર કમલ હાસનની સ્થિતિમાં સુધારો થયો છે.

બતાવવામાં આવી રહ્યુ છે કે, બુધવારે બપોરે હૈદરાબાદથી ચેન્નાઇ પહોંચેલા કમલ હાસનને રાત્રે ગભરામણ અને તાવ આવ્યો હતો, જે પછી તેમને શહેરની એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેને આગામી થોડાક દિવસો સુધી પુરેપુરી રીતે આરામ કરવાની સલાહ આપી છે. રિપોર્ટ્સ અનુસાર, આ એક રેગ્યૂલર મેડિકલ ચેકઅપ હતો અને ડૉક્ટરોએ કમલ હાસનને આરામ કરવાની સલાહ આપી છે, અને તેમને ગુરુવારે રજા મળવાની આશા છે.

આ બધાની વચ્ચે વર્ક ફ્રેન્ટની વાત કરીએ તો, એક્ટર અને ફિલ્મમેકર કમલ હાસન હાલમાં શંકરની 'ઇન્ડિયન 2', હિટ રિયાલિટી શૉ 'બિગ બૉસ તામિલ' અને તેની પૉલિટિકલ પાર્ટીની ડ્યૂટીઝ સહિત કેટલાય કમિટમેન્ટ્સમાં બિઝી છે. તેઓ હાલમાં હૈદરાબાદમાં પોતાના સહયોગી અને જાણીતા ડાયરેક્ટર કે વિશ્વનાથના ઘરે મળવા માટે પણ ચર્ચામાં હતા. આ ઉપરાંત કમલ હાસને તાજેતરમાં જ એક પ્રૉજેક્ટ (કેએચ 234) માટે પોતાનુ નાયકન નિર્દેશક મણીરત્નમની સાથે રીયૂનિનયનનું એનાઉન્સમેન્ટ કર્યુ હતુ, આ ફિલ્મ 2024 માં સ્ક્રીન પર આવશે.

Latest Stories
Read the Next Article

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

New Update
diljit

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, ' અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી 3 27 જૂનના પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.

તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી 3 જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે.' 

વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, 'સરદાર જી 3' ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. એક ચાહકે લખ્યું, "દેશ પહેલા આવે છે - દિલજીતને  પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું." બીજાએ લખ્યું, 'પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી - સીમા ક્યાં છે?' બીજાએ લખ્યું, 'સરદાર જી 3 ને બાયકોટ કરો.' જ્યારે બીજાએ લખ્યું, 'માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.'

Latest Stories