/connect-gujarat/media/post_banners/08d504fec45c0305be5952311202c1f6d8ae49776c9ad64cbd186269110288d9.webp)
અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ'ના બીજા ભાગની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. 2018ની આ મોટી હિટ ફિલ્મના બીજા ભાગ 'રેડ 2'ની જાહેરાત થઈ ગઈ છે અને ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
દરમિયાન, ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા અજય દેવગને ફિલ્મના મુહૂર્ત શૉટનો ફોટો શેર કર્યો છે. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફોટો શેર કરીને તેણે લખ્યું છે કે 'રેડ 2'નું શૂટિંગ આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. આ ફોટોમાં સાઉથનો સુપરસ્ટાર રવિ તેજા પણ જોઈ શકાય છે.
સાઉથના સુપરસ્ટાર રવિતેજાનો આભાર માનતા અજય દેવગને કેપ્શનમાં લખ્યું છે કે, “રેડ 2નું શૂટિંગ આજે સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. સેટ પર અદ્ભુત ઊર્જા છે. મુહૂર્તના શોટમાં આવવા અને તેની સુંદરતા વધારવા બદલ રવિ તેજાનો આભાર.
આ પોસ્ટમાં પહેલા ફોટો સિવાય બે વધુ ફોટો છે, જેમાં છેલ્લા ફોટોમાં 'રેડ 2'ના પોસ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય બીજા ફોટોમાં ભૂષણ કુમાર અજય દેવગન, રવિ તેજા અને અભિષેક પાઠક સાથે જોવા મળે છે.
/connect-gujarat/media/media_files/2025/07/08/new-thumblain-copy-copy-2025-07-08-21-20-48.jpg)