Connect Gujarat
મનોરંજન 

યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર થયું રિલીઝ

યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર થયું રિલીઝ
X

યામી ગૌતમ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ દિવસોમાં તે અલગ-અલગ કોન્સેપ્ટવાળી ફિલ્મો કરી રહી છે. હાલમાં જ યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે છે.

ટ્રેલર જોઇને એવું લાગી રહ્યું છે આ ફિલ્મમાં કલમ 370 હટાવવા પહેલા જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી હતી તે બતાવવામાં આવશે. એક તરફ જ્યાં દર્શકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો આ ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી રહ્યા છે. તાજેતરમાં યામી ગૌતમે આ વાત પર તેનો પક્ષ રાખ્યો હતો.

જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને કલમ 370 ફિલ્મની રિલીઝને લઈને કેટલાક લોકોનું માનવું છે કે આ પ્રચાર માટે છે. નોંધનીય છે કે આ ફિલ્મ યામી ગૌતમના પતિ આદિત્ય ધર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ B62 સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકને ધર દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી.

યામી ગૌતમે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, 'જો તેને પ્રોપગેન્ડા કે અંધરાષ્ટ્રવાદ જેવા વિચારો સાથે થિયેટરોમાં જશો તો આ શું છે, તમે ક્યારેય ફિલ્મનો આનંદ માણી શકશો નહીં કે અનુભવી શકશો નહીં. તેમના માટે ફિલ્મને યોગ્ય ઠેરવવાનો કોઈ અર્થ નથી. મને લાગે છે કે આ ફિલ્મ થોડા નહીં પણ મોટાભાગે દર્શકો માટે છે અને અમે દર્શકો માટે ફિલ્મો બનાવીએ છીએ.

Next Story