Connect Gujarat
મનોરંજન 

'Avatar'ની સીક્વલનું ટ્રેલર રીલિઝ, 16 ડિસેમ્બરે થિયેટર્સમાં થશે રિલીઝ

અવતાર' ધ વે ઓફ વોટર'નું નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું

Avatarની સીક્વલનું ટ્રેલર રીલિઝ, 16 ડિસેમ્બરે થિયેટર્સમાં થશે રિલીઝ
X

અવતાર' ધ વે ઓફ વોટર'નું નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના ટ્રેલર અને પોસ્ટર લોન્ચના અવસર પર નાયગ્રા ફોલ્સ પર ફિલ્મના સીન પર બનેલો અદભૂત લાઇટ શો બતાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.



'અવતાર: ધ વે ઓફ વોટર' સાથે જેમ્સ કેમરૂન પ્રેક્ષકોને પેંડારાની અદભૂત દુનિયામાં એક ઇમર્સિવ અને રોમાંચક એક્શનથી ભરપૂર સાહસમાં પાછા લઈ જાય છે. પ્રથમ ફિલ્મની રજૂઆતના એક દાયકાથી વધુ સમય પછી અવતાર: ધ વે ઓફ વોટર સુલી પરિવારની વાર્તા કહે છે. તેઓ એકબીજાને સુરક્ષિત રાખવા માટે ક્યાં સુધી જાય છે, લડે છે તે આ સિક્વલમાં જોવા મળશે. ટ્રેલરમાં પેન્ડોરાની સુંદર દુનિયા જોઈને દર્શકો દંગ રહી જાય છે.

Next Story