Connect Gujarat
મનોરંજન 

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,વાંચો કેટલા રૂપિયાની કરી કમાણી

બોલિવુડનાં ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી છે.

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,વાંચો કેટલા રૂપિયાની કરી કમાણી
X

બોલિવુડનાં ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી છે. અક્ષય કુમારની આ મચઅવેઈટેડ ફિલ્મને રિલીઝ થયે આજે ત્રીજો દિવસ છે અને બે દિવસનું કલેક્શન એટલું જબરદસ્ત છે કે જાણીને ફેન્સનાં ચહેરાઓ ખુશીથી ખીલી જશે. 18 માર્ચનાં રોજ બચ્ચન પાંડે રિલીઝ થઇ હતી. આ ફીલ્મેપહેલા દિવસે 13.5 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે આ ફિલ્મે 11 કરોડનું કલેક્શન કર્યું.

એટલે કે અત્યાર સુધી આ ફિલ્મ કુલ મળીને 24.5 કરોડનું કલેક્શન કરી ચુકી છે. વિકેન્ડને કારણે આ ફિલ્મને ફાયદો મળી રહ્યો છે. આવામાં બની શકે છે કે રવિવારે એટલે કે આજે આ ફિલ્મ સારું કલેક્શન કરવામાં સફળ રહે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શનાં ટ્વીટ અનુસાર, અક્ષય કુમારની બચ્ચન પાંડે ફિલ્મે ઘણી ફિલ્મોનાં રેકોર્ડ તોડ્યા છે. કોરોના કાળમાં રિલીઝ થયેલ ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી વધારે કલેક્શન કરનાર બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. પહેલા નામ્બાર પર 'સૂર્યવંશી' છે, જેણે 26.29 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા નંબર પર બચ્ચન પાંડે 13.25 કરોડ સાથે છે. ત્રીજા નંબર પર 83 ફિલ્મ છે, જેનું કલેક્શન 12.64 કરોડ છે, ચોથા નંબર પર 'ગંગૂબાઈ કાઠિયાવાડી' 10.50 કરોડ સાથે છે.

Next Story