જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય તો તેની અસર ત્વચા પર સૌથી પહેલા થાય છે. તેવામાં બદલતા વાતાવરણમાં ત્વચાની સંભાળ સંભાળ પણ અલગ અલગ વસ્તુઓ સાથે રાખવી પડે છે. સ્કીન કે રૂટિનમાં આજ સુધી તમે અલગ અલગ વસ્તુઓનો સમાવેશ કર્યો હશે. પરંતુ શું તમે સ્કીન કેરમાં ગ્લિસરીન નો ઉપયોગ કર્યો છે ? બદલતા વાતાવરણમાં તમે ત્વચાની સંભાળ લેવા માંગો છો અને ત્વચા પર કુદરતી ગ્લો વધે તેવી ઈચ્છા ધરાવવો છો તો ગ્લિસરીનને અલગ અલગ વસ્તુઓ સાથે ઉપયોગમાં લેવાનો રાખો. ઘરના રસોડામાં ઉપલબ્ધ 4 નેચરલ વસ્તુઓ સાથે ગ્લિસરીન ઉમેરીને ત્વચા પર લગાડવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. સૌથી મોટો ફાયદો તો એ થાય છે કે તેનાથી ત્વચા પર નેચરલ ગ્લો વધે છે. તો ચાલો તમને જણાવીએ ગ્લિસરીને કઈ કઈ વસ્તુ સાથે ઉમેરીને લગાડી શકાય.
· ગ્લિસરીન અને ગુલાબજળ
ત્વચા પર ડ્રાયનેસ ની સમસ્યા હોય તો ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાડો. પાંચ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો તેનાથી ત્વચાનું મોઈશ્ચર જળવાયેલું રહેશે.
· ગ્લિસરીન અને મુલતાની માટી
ત્વચા પર ડાઘ થઈ ગયા હોય તો મુલતાની માટીમાં ગ્લિસરીન ઉમેરીને ફેસપેક તૈયાર કરી તેને ચહેરા પર લગાડો. આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ ધબ્બા દૂર થાય છે.
· ગ્લિસરીન અને મધ
મધ અને ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી ત્વચા પરના પીગમેન્ટેશનથી રાહત મળે છે. સાથે જ એકને અને ખીલથી પણ મુક્તિ મળે છે.
· ગ્લિસરીન અને લીંબુ
જો ત્વચા પર ખંજવાળ ખીલ વધારે પ્રમાણમાં થઈ ગયા હોય તો ગ્લિસરીનમાં લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો થોડીવાર પછી તાજા પાણીથી ચહેરો સાફ કરો.